પ્રોટોકોલ પ્રમાણે થતી અંતિમવિધિના આંકડા અલગ હોય છે: પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખ  C R પાટીલે આજે આંબેડકર જયંતિ નિમિત્તે ભીડ ભેગી કરી હતી અને પછી નિદવેદન બાદી શરૂ કરી હતી. સી.આર પાટીલ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સરકારનો લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા.

કોરોનાનાં મૃતદેહના આંકડામાં મીડિયામાં ગેરસમજ થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર અપાયા છે. ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફને અભિનંદન આપવા ઘટને. રૂપાણી સરકાર ફેલ નથી,આ મહામારી છે ગુજરાત સરકાર પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા છે અને 2748 દર્દીઓ સાજા થયાં છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4922 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2251 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1264 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 247 કેસ, જ્યારે ગ્રામ્યમાં 130 કેસ નોંધાયા.

સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.