નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ થોડા વખતમાં પાકિસ્તાનની પોતાની કોરોના વેક્સિન તૈયાર કરશે, જેનો ફક્ત લેવો પડશે એક જ ડોઝ

અધિકારીએ પેનલને જણાવ્યું કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ થોડા વખતમાં પાકિસ્તાનની પોતાની કોરોના વેક્સિન તૈયાર કરશે જેનો ફક્ત એક જ ડોઝ લેવો પડશે. આ વેક્સિન ચીનની CansinoBio  કોવિડ વેક્સિન જ હશે અને પાકિસ્તાન તેની ટેકનોલોજી ચીન પાસેથી લેશે. પાકિસ્તાની તેને માટે ક્લિનિકલ ટ્રાયલ પણ શરુ કરી છે.

એનઆઈએચના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મેજર જનરલ આમિર ઈકરામે જણાવ્યું કે પાકિસ્તાને ચીનની વેક્સિન ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરી છે.

પાકિસ્તાનને ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઈમ્યુનાઈઝેશન દ્વારા ભારતીય વેક્સિન પણ મળશે. જુન સુધીમાં કોરોનાના 1.6 કરોડ ડોઝ પાકિસ્તાન પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાનમાં હાલમાં કોરોનાના કુલ 7.34 લાખ કેસો છે તો 15,754 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાથી પાકિસ્તાનમાં કોરોનાના કેસો ઓછા આવી રહ્યાં છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.