બાળકના જન્મની સાથે તેની માતાનો, કોરોના રિપોર્ટ કઢાવતા તે આવ્યો હતો પોઝિટિવ

થોડા દિવસો પહેલા માત્ર 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું જ્યારે હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના બાળકે કોરોનાને કારણે દમ તોડ્યો હતો. 11 દિવસની સારવાર બાદ આ બાળકનું મોત નીપજ્યું હતું.

તાપી જિલ્લાના ઉચ્છલમાં રહેતા રાજશ્રીબેન રોહિતભાઇ વસાવાને ત્યાં 14 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો

જન્મના ત્રીજા જ દિવસે બાળકની તબિયત લથડી હતી બાળકને વ્યારાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવાયુ હતુ. આ સાથે જ બાળકને સુરતની સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો.

બાળકને કોરોનાની સાથે અન્ય બિમારી હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું કહી શકાત. મૃતકના પિતા રોહિતભાઇના જણાવ્યા પ્રમાણે બાળકને જન્મની સાથે જ કિડની અને ખેંચની પણ બિમારી હતી. બાળકને હોસ્પિટલમાં 11 દિવસની સારવાર બાદ બુધવારે મોત નીપજ્યું હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.