સરકારી ઓઇલ કંપનીઓએ,સામાન્ય જનતાને રાહત આપતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો છે ઘટાડો

સરકારી ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ 15 દિવસ પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે પેટ્રોલની કિંમત માં 16 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.

માર્ચ 2021માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો કરવામાં આવ્યો હતો. 30 માર્ચે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું.

દિલ્હી- પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 96.83 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 92.43 રૂપિયા અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટર છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.