હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને,જરૂર પડયે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે : નીતિન પટેલે

હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને પણ જરૂર પડયે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે તેવી ખાતરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આપી છે. આ માટેની આખી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આગામી બે દિવસમાં આ વ્યવસ્થા પણ જડબેસલાક થઈ જશે. તેમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમને ડૉક્ટર્સના માધ્યમથી તમામ વિગતો મૂકવી પડશે.

સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં જગ્યા ન મળતી હોવાથી ઘણાં પરિવારો તેમના સભ્યની સારવાર ઘરે જ કરાવવાનું પસંદ કરે છે. તેનો બીજો એક એ પણ ફાયદો થાય છે કે કોરોનાની ઝપટમાં આવેલા તેમના સ્વજનનો આત્મ વિશ્વાસ જળવાઈ રહે છે.

ખુદ ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડે રેમડેસિવિરના 100 એમ.જી.ના ઇન્જેક્શનની જરૂર હોય તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના કેસની વિગત, ડૉક્ટરનું પ્રીસ્ક્રિપ્શન, તેમ જ કેસની હિસ્ટ્રી ઉપરાંત દર્દીનો આધારકાર્ડ, આર.ટી.પી.સી.આર. ટેસ્ટની નકલ રજૂ કરવી પડશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.