આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા,એપ્રિલ મહિનામાં રોજના 5 લાખ કેસ આવી શકે

એક ન્યૂઝ ચેનલે પોતાના એક શોમાં જે મોર્ડલથી આ પ્રિડિક્શન કર્યુ છે તે મુજબ એપ્રિલ એટલે કે આ મહિનામાં દર રોજ 5 લાખ કેસ આવી શકે છે અને લગભગ 3થી 4 હજાર મોત થઈ શકે છે. એટલું જ નહીં દર રોજ 25 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. જેમાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા છે.

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે. પણ સૌથી વધારે કે મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ બહુ ખરાબ છે. જેના કારણે અહીં 15 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો કે ચિંતાજનક વાત એ છે કે લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી.

સ્વાસ્થ્ય વિભાગે બ્રેક ધ ચેન અભિયાન હેઠળ રાજ્યમાં 15 દિવસનું કડક કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મીની લોકડાઉન રહેશે.  મહારાષ્ટ્રમાં 11 એપ્રિલે સંક્રમણના 63, 294 મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધારે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78, 160 લોકો સંક્રમિત થયા. જેમાં 29,05, 721 દર્દી સાજા થઈ ગયા છે.

પહેલી લહેરમાં આટલુ વિકરાળ રુપ જોવા નહોંતુ મળ્યુ. 24 કલાકમાં 1037 લોકોના મોત થયા છે.  અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 14070300 થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.