અમદાવાદમાં આગના વિવિધ બનાવોમાં, એક અબજથી વધારેનું થયું છે નુકસાન

અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગ (Fire)નાં અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજથી વધારેનું નુકસાન થયું છે. આ ઉપરાંત આગને પગલે 18 લોકોનાં મોત થયા છે.

અમદાવાદ ફાયર વિભાગદ્વારા 1/4/20થી 31/3/21 સુધી વર્ષ દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી પૈકીની પ્રાથમિક પરંતુ મહત્ત્વની માહિતી સામે આવી છે.

શહેર અંદર—-1,600
શહેર બહાર—- 67
કુલ————1,667

ડેડબોડી કૉલ

શહેર અંદર—- 26,539
શહેર બહાર—-307
કુલ————26,846

રેસ્ક્યૂ કૉલ

શહેર અંદર—- 2,710
શહેર બહાર—-41
કુલ————2,751

આગથી મરણ

સ્ત્રી——- 7
પુરૂષ—–11
જાનવર—-00
પક્ષી—— 00

વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત: ₹ 2,40,15,09,900 એટલે કે, બે અબજ, ચાલીશ કરોડ, પંદર લાખ નવ હજાર અને નવસો રૂપીયાનું આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.