બીજી લહેરની અર્થવ્યવસ્થાના સુધારા પર અસર પડી શકે છે,કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ આપી શકે છે

કોરોના વધતા કેસની વચ્ચે અર્થવ્યવસ્થાની રિકવરી પટરીથી ન ઉતરે એ માટે કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ આપી શકે છે.

આ પેકેજ ગરીબોને રાહત આપી શકે છે. આ મામલાની જાણકારી રાખનારા 3 લોકોએ આની જાણકારી આપી.

સરકાર ગત વર્ષ 26 માર્ચથી  17 મેની વચ્ચે આર્થિત પ્રોત્સાહન, સહ રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેથી કોરોનાની ખરાબ સ્થિતિથી પ્રભાવિત કારોબારી ગતિવિધિઓમાં સુધારો કરી શકાય. કેન્દ્ર સરકારે 20.97 લાખ કરોડ પેકેજ આપ્યુ હતુ.

 

કેન્દ્રીય નાણા મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય પ્રમુખ વિભાગ એક અન્ય પ્રોત્સાહન માટે જરુરી અને સમય માટે હિતધારકોના સંપર્કમાં છે. નામ ન દર્શાવવાની શરત પર અધિકારીઓએ જણાવ્યું કે એક રાષ્ટ્રવ્યાપી કડક લોકાડાઉનને પ્રધાનમંત્રીએ ફગાવી દીધુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.