પશ્ચિમ બંગાળમાં હાલ લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને ચૂંટણી રેલીઓ યોજી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસી ઉમેદવારનું કોરનાથી મોત થયું હતું.
મુર્શિદાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર રિઝાઉલ હકનું કોરોનાથી મોત થયું હતું. તેઓ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયાં હતા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો. તો સાથે જ આ 24 કલાકમાં 1037 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. કોરોનાથી પીડિત લોકોને સાજા કરવાનો દર સતત ઘટી રહ્યો છે.
સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે. સકક 36મા દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અનેક પ્રકારની પાબંધી લગાવી રહી છે પણ આ આંક સતત વધતો જઈ રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.