સોનાની કિંમતમાં થયો 156 રૂપિયાનો ભાવવધારો,જાણો સોના અને ચાંદીના આજના નવા ભાવ

એમસીએકસ પર ગુરુવારે જૂન વાયદા સોનાનો ભાવ 156 રૂપિયા એટલે કે 0.33 ટકાની મજબૂતી સાથે 46764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. ગયા કારોબારી સત્રમાં સોનામાં મોટો ઘટાડો આવ્યો હતો.

ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદો સોનું 0.33 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે જ્યારે મે વાયદા ચાંદીના ભાવમાં પણ 0.31 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એમસીએક્સ પર મે વાયદા ચાંદીની કિંમત 207 રૂપિયા વધીને 67845 પ્રતિ કિલોગ્રામ થઈ છે. ગયા કારોબારી સત્રમાં ચાંદી 0.14 ટકા તૂટી હતી.

 

1 જૂન 2021 બાદ હોલમાર્ક વિનાના સોનાના દાગીનાને વેચી શકાશે નહીં. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે કે BISએ તેને લઈને ગયા મહિને એક નોટિફિકેશન જાહેર કર્યું હતું

કોરોનાનો ખતરો વધતા લોકલ લોકડાઉન અને કોરોના કર્ફ્યૂની વચ્ચે રોકાણકારોનો ભરોસો ઉઠી ચૂક્યો છે. તેના કારણે તેઓ ફરીથી સોનામાં સુરક્ષિત રોકાણની તરફ વળી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2020-21માં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણકારોએ 6900 કરોડ રૂપિયા રોક્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.