શું તમને લાગે છે કે તમે, સ્વિમિંગ પુલમાં ઉતરશો અને નીકળતી વખતે, કોરોના વાયરસ સાથે લઈને આવશો,તો જાણો…..

શું કોરાના સંક્રમણના ડરને લીધે તમે સ્વિમિંગ પુલમાં જવાથી ડરી રહ્યા છો. શું તમને લાગે છે કે તમે સ્વિમિંગ પુલમાં ઉતરશો અને નીકળતી વખતે કોરોના વાયરસ સાથે લઈને આવશો. તો તેનો જવાબ છે ના. અસલમાં બ્રિટનમાં એક રિસર્ચરે એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસ ક્લોરીનની એક નિશ્ચિત માત્રાવાળા પાણીમાં સર્વાઈવ કરી શકતો નથી.

ઈંગ્લેન્ડના વોટર બેબીઝ અને રોયલ લાઈફ સેવિંગ સોસાયટીએ મળીને આ શોધને અંજામ આપ્યો છે. શોધકર્તાઓએ કહ્યું છે કે અમે વિશેષ લેબમાં આ વાતની ટેસ્ટિંગ કરી અને જાણ્યું કે ક્લોરાઈડવાળા પાણીમાં કોરોના વાયરસ સર્વાઈવ કરી શક્યો ન હતો. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બ્રિટનમાં ખેલ કૂદની એક્ટિવિટીઓ શરૂ થઈ ગઈ છે

 

ડેઈલીમેલના રિપોર્ટ પ્રમાણે, પ્રોફેસર બાર્ક્લે અને તેમની ટીમે શોધ્યું કે એક લિટર પાણીમાં 1.5 મિલીગ્રામ ક્લોરીન મિક્સ કરવાથી પાણીમાં હાઈડ્રોજનનું સ્તર 7-7.2 પીએચ રહે છે. જેના કારણે કોરોના વાયરસની ક્ષમતા એક હજાર ગણી ઘટી જાય છે અને તે પણ માત્ર 30 સેકન્ડમાં. આ શોધના પરિણામોને જાહેર કરનારા એક્સપર્ટ્સે કહ્યું છે કે જો સ્થાનિક સરકાર નિશ્ચિત માત્રામાં ક્લોરીનનો ઉપયોગ કરે તો નિશ્ચિત રીતે તેનો ફાયદો મળી શકે તેમ છે

કોરોનાની વેક્સીન આવી ગઈ હોવા છત્તા તેના નવા નવા સ્ટ્રેન તેના કેસોની સંખ્યામાં ઘટાડો થવા દેતા જ નથી. ભારતમાં પણ અચાનક કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ્સ તેને કોરોનાની લહેર કહી રહ્યા છે, જેમાં રોજના 1.50 લાખથી વધુ એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. તેની સાથે દેશભરમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની કમીના લીધે લોકોના મોત થઈ રહ્યા છે. વળી આ બીજી લહેરમાં નાના બાળકો અને યુવાનોને તે પોતાની ચપેટમાં લઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.