તારક મહેતા સેટના 110 લોકોનું RT-PCR ટેસ્ટ થયો હતો. જેમાં 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. પ્રોડ્યૂસર અસિત મોદીએ જણાવ્યું કે 15 દિવસના લોકડાઉનના શૂટ અને શો પર શું અસર થશે.
એક ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે, શૂટિંગ માટે બહાર જવાની કોઈ પોસિબિલિટી અમે વિચારી નહોતી, કારણ કે 3-4 દિવસ પહેલાં જે ગાઈડલાઈન્સ આવી હતી, તેનાથી એવું નહોતું લાગી રહ્યું કે શૂટિંગ રોકાઈ જશે. કારણ કે, તેમાં સેટ પર રહેલાં લોકોનું RT-PCR ટેસ્ટ કરવાનું હતું.
પરંતુ સેટ પર અન્ય લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, શૂટિંગ દરમિયાન અમે સેફ્ટી રાખી રહ્યાં હતા. જો કોઈ થોડો પણ બીમાર હોય તો અમે તેને શૂટિંગ પર આવવાની ના પાડી દેતા હતા. જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાં ગોલીનો રોલ ભજવનાર કુશ શાહ અને પ્રોડક્શનના લોકો છે.
શૂટિંગ રોકાવા પર અસિત મોદીએ કહ્યું- પહેલાં એવી ગાઈડલાઈન હતી કે તમામને RT-PCR ટેસ્ટ નેગેટિવ આવવા પર શૂટ કરવાની પરવાનગી મળશે. પણ હવે તો 15 દિવસ માટે શૂટિંગ જ બંધ થઈ ગઈ છે. અમે વિચાર્યું હતું કે શૂટની પરમિશન મળશે તો અમે બાયો બબલ ક્રિએટ કરીને શૂટ કરી શકીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.