કોરોના વાયરસ વધતાં કેસોએ વધારી ચિંતા,લેફ્ટ પાર્ટી દ્વારા મોટી રેલી ન કરવાનું એલાન

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં કેસની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે એવામાં ચૂંટણી અને કોરોના મુદ્દે દેશભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે એક બાજુ દેશમાં સ્મશાનોની બહાર મૃતદેહોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને બીજી બાજુ પોલિટિકલ પાર્ટીએ લાખોની સંખ્યામાં ભીડ ભેગી કરવામાં આવી રહી છે જે બાદ લેફ્ટ પાર્ટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાર્ટીએ કહ્યું છે કે હવે કોઈ મોટી રેલીનું આયોજન કરવામાં આવશે નહીં અને જે રેલીનું આયોજન કરી દેવામાં આવ્યું છે તેને રદ્દ કરવામાં આવશે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના નેતા ડૉર તો ડૉર કેમ્પેન કરશે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાશે. આ સિવાય નાના-નાના જુથમાં સભાઑ કરવામાં આવશે.

બીજી તારફ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હજુ પણ મોટી સંખ્યામાં રેલીઓ કરવામાં આવી રહી છે અને ભીડ ભેગી કરવામાં આવી રહી છે. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ હવે બંગાળ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તેમની સભામાં પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવી રહ્યો છે

મમતા બેનર્જીનો આરોપ છે કે રાજ્યમાં ભાજપ દ્વારા બહારના લોકો લાવવામાં આવી રહ્યા છે જેના કારણે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના મોટા ભાગના લોકોને કોરોના વાયરસની રસી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.