PMએ જણાવ્યું હતું કે, કોવિડ સામેની આ જંગમાં રસીની સાથે સાથે, આપણા મૂલ્યો અને ફરજ પ્રત્યેની લાગણી,આપણી સૌથી મોટી તાકાત છે

PMએ જણાવ્યું હતું કે, કોવિડ સામેની આ જંગમાં રસીની સાથે સાથે આપણા મૂલ્યો અને ફરજ પ્રત્યેની લાગણી આપણી સૌથી મોટી તાકાત છે. છેલ્લા એક વર્ષમાં પોતાની ફરજને ધ્યાનમાં રાખીને આ જંગમાં ભાગ લેનારા તમામ નાગરિકોની કામગીરીની તેમણે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જન ભાગીદારીની આવી જ લાગણીને હાલમાં પણ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, પોતાની સામાજિક ક્ષમતાઓના યોગ્ય ઉપયોગ દ્વારા રાજ્યપાલોની ભૂમિકા આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે

PMએ એવું સૂચન કર્યું હતું કે, માઇક્રો કન્ટેઇન્મેન્ટની દિશામાં રાજ્ય સરકારો સાથે સામાજિક સંસ્થાઓ વિના અવરોધો સહકાર સાધી શકે તે માટે રાજ્યપાલો સક્રિયપણે જોડાઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, તેમનું સામાજિક નેટવર્ક હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સો, વેન્ટિલેટરો અને ઓક્સિજનની ક્ષમતામાં વધારો કરવાનું સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થઇ શકે છે.

તેમણે કહ્યું હતું કે, આ જન ભાગીદારીની દિશામાં યુનિવર્સિટીના પરિસરોમાં આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે જોડાય તે માટે પણ રાજ્યપાલોની ભૂમિકા ખૂબ મહત્ત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે યુનિવર્સિટીઓ અને કોલેજોના પરિસરોમાં વિવિધ સુવિધાઓના યોગ્ય ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષની જેમ, આ વર્ષે પણ NCC અને NSSએ પણ મુખ્ય ભૂમિકા નિભાવવાની રહેશે.

કોવિડના કેસોની સંખ્યામાં થયેલ વૃદ્ધિ વિશે વાત કરતા PMએ જણાવ્યું હતું કે, વાયરસ સામેની જંગમાં આ તબક્કે, દેશ છેલ્લા એક વર્ષમાં મળેલા અનુભવોમાંથી અને સુધારવામાં આવેલી આરોગ્ય સંભાળ સુવિધાઓનો લાભ લઇ શકે છે. તેમણે RT-PCR પરીક્ષણોની ક્ષમતામાં વધારો કરવા વિશે ચર્ચા કરી હતી અને ટાંક્યું હતું કે, કિટ્સ અને પરીક્ષણ સંબંધિત અન્ય સામગ્રીના સંદર્ભમાં દેશ આત્મનિર્ભર બન્યો છે. આ બધાના કારણે RT-PCR પરીક્ષણોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે.

ઉપરાષ્ટ્રપતિએ કોવિડ સામેની આ જંગમાં નેતૃત્ત્વ સંભાળવા બદલ PMની પ્રશંસા કરી હતી અને આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ વિકસાવવાની દિશામાં તેમણે લીધેલા સક્રિય પગલાંને બિરદાવ્યા હતા. ભારત અને દુનિયાને રસી આપવામાં વૈજ્ઞાનિક સમુદાયે આપેલા યોગદાન પર તેમણે ખાસ પ્રકાશ પાડ્યો હતો. તેમણે આરોગ્ય સંભાળ કર્મચારીઓ, સફાઇ અને સ્વચ્છતા કર્મચારીઓ તેમજ આ મહામારી દરમિયાન મહત્ત્વની ભૂમિકા નિભાવનારા અગ્ર હરોળમાં સેવા આપી રહેલા અન્ય કર્મચારીઓએના યોગદાન વિશે પણ ચર્ચા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.