રાજકોટ શહેરમાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ‘ધ બિગ ફેટ બોટ’ (The big Fat boat) નામની રેસ્ટોરન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જોત જોતામાં બોટ (Boat)ની અંદર બનાવવામાં આવેલી આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી.
વહેલી સવારે આગજનીનો બનાવ સામે આવતા રસ્તા પરથી નીકળતા લોકોએ આગ લાગ્યાનો લાઇવ વીડિયો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો.
બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.
રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યાએ આગજનીના બનાવ સામે આવ્યા હતા. જે આગજનીના બનાવમાં ચાર જેટલા લોકોની જિંદગી હોમાઇ ગઇ હતી. જ્યારે કે 12 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.