પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

રાજ્ય સરકાર દ્વારા રૂ.1.10 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉમદા આરોગ્ય સેવા આપવા માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા કિમ ખાતે લોકાર્પિત થયેલું આરોગ્ય કેન્દ્ર ઓલપાડ તાલુકાની આરોગ્ય સુવિધામાં વધારો કરશે.

આસપાસના 18 જેટલા ગામોને આરોગ્ય સેવા મળી રહેશે. હાલ કોરોના કાળમાં પણ આ કેન્દ્ર પ્રાથમિક સારવાર મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.