બિહારના ગયામાં એક બાળકે, પોતાના શોખ પૂરા કરવા માટે એક સંબંધીના ઘરમાં ઘૂસીને, ચોરીની ઘટનાને આપ્યો અંજામ

બિહાર (Bihar)ના ગયા (Gaya)માં એક બાળકે પોતાના શોખ પૂરા કરવા માટે એક સંબંધીના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સગીર બાળકને બીજી કોઈ વસ્તુનો શોખ નહોતો પરંતુ મોંઘો મોબાઇલ રાખવાનો શોખ હતો, જેને લઈને બાળકે અનેક દિવસોથી બંધ પડેલા પોતાના પડોશીના ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલા દોઢ લાખ રૂપિયા રોકડની ચોરી કરી દીધી.

જોકે તેનો ખુલાસો તે સમયે થયો જ્યારે સગીર ચોર ઘરની બાજુમાં જ આવેલી સ્કૂલના બાળકોને 1-1 રૂપિયાનો નોટ વહેંચી રહ્યો હતો. જ્યારે તેની જાણકારી પોલીસને મળી તો તેણે પીડિત મકાન માલિક પાસેથી જાણકારી લીધી તો જાણવા મળ્યું કે ચોરી કરવામાં આવેલા પૈસામાં એક-એક રૂપિયાની નોટનું બંડલ પણ હતું.

બોધગયાના એસડીપીઓએ જણાવ્યું કે, મામલાની તપાસ દરમિયાન પોલીસને સૂચના મળી કે ફરિયાદીના પડોશમાં રહેતા સંબંધીના 16 વર્ષીય પુત્ર સ્કૂલની પાસે કેટલાક બાળકોને એક-એક રૂપિયાની નોટ વહેંચી રહ્યો છે. તે વાત સાંભળી પોલીસ ચોંકી ગઈ હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.