આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવમાં પાંચ ટકાનો વધારો થવા છતાં, ભારતમાં પેટ્રોલ-ડીઝલ ૧૫ પૈસા થયું હતું સસ્તું

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવમાં પાંચ ટકાનો વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ ૧૫ પૈસા સસ્તું થયું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડનો ભાવ વધ્યો હોવા છતાં ભારતમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને છેલ્લાં એક માસથી કોઈ જ મોટો વધારો ઝીંકાયો ન હતો.

પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો એક લીટરનો ભાવ ૯૦.૫૬ રૂપિયા હતો, જે ઘટીને ૯૦.૪૦ રૂપિયા થયો હતો

ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૮૭.૫૩ રૂપિયા હતું અને ડીઝલના ભાવ લીટરે ૮૬.૯૩ હતા. બંનેમાં ૧૫ પૈસા ઘટયા હતા.
છેલ્લાં છ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.