દેશભરમં હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે કમી અનુભવાઈ રહી છે. તો વળી કેટલીય જરૂરી સાધનોની પણ કમી અનુભવાય છે. જેને ધ્યાનમાં રાખીને સરકારના અધિકાર પ્રાપ્ત ગ્રુપ ઈમ્પાવર્ડ ગ્રુપ 2એ પીએસએ 100 હોસ્પિટલોની ઓળખાણ કરી છે. જેમના માટે 50,000 મેટ્રીક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરશે.
ગુરૂવારે ઈમ્પાવર્ડ ગ્રુપ 2ની બેઠક થઈ હતી. આ બેઠકમાં કહેવાયુ હતું કે, 12 રાજ્યો (મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, તમિલનાડૂ, કર્ણાટક, કેરલ)માં ઓક્સિજનની સૌથી વધારે માગ છે.
આ ઓક્સિજનની આયાત માટે ટૂંક સમયમાં જ ટેન્ડર મગાવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગ્રુપ 2 મેડિકલ ઓક્સિજનની માગ અને વપરાશની હાલત પર સતત નજર રાખી રહ્યા છે
ઉપરાંત, તબીબી ઓક્સિજનના સ્ત્રોતો પર રાજ્યોને માર્ગદર્શન આપવા માટે માળખાનો વિકાસ કરવામાં આવ્યો છે. 20 એપ્રિલ, 25 એપ્રિલ અને 30 એપ્રિલે તેમની ધારણા મુજબની માંગને પહોંચી વળવા આ 12 રાજ્યોમાં 4880 મેટ્રિક ટન, 5619 મેટ્રિક ટન અને 6593 એમટી સપ્લાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.