છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના, સક્તીગુડી ગામની અંદર, એક લગ્નપ્રસંગે થયો છે કોરોના વિસ્ફોટ

છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના સક્તીગુડી ગામની અંદર એક લગ્નપ્રસંગે કોરોના વિસ્ફોટ થયો છે. 500 લોકોની વસતીવાળા આ ગામની અંદરની અત્યાર સુધીમાં 135 લોકોને કોરોના થઇ ચુક્યો છે. ગામના દરેક ઘરની અંદર એક અથવા બે લોકો કોરોના પોઝિટિવ છે. ગ્રામ પંચાયતે આખા ગામને સીલ કરી દીધું છ

જાંજગીર-ચાંપા જિલ્લાની ગ્રામ પંચાયત નવાગામના આશ્રિત ગામ સક્તીગુડીમાં 1 થી 5 એપ્રિલ સુધી કંવર પરિવારમાં લગ્ન હતા. વર અને કન્યા બંને આ એક જ ગામના છે. જેથી લગભગ ગામના તમામ લોકો આ લગ્નમાં સામેલ થયા હતા.

ત્રણ દિવસ સુધી કેમ્પ લગાવીને ગ્રામવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા. જેટલા પણ કરોનાના કેસ મળ્યા તમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દવા સહિતની અન્ય જરુરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.