કોરોનાનો કહેર ખુબ આક્રમક રીતે વધી રહ્યો છે,જેની સામે મોતની સંખ્યામાં પણ ઘટવાનું નામ લેતી નથી

શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક નીવડી રહી છે. કોરોનાનો કહેર ખુબ આક્રમક રીતે વધી રહ્યો છે. જેની સામે મોતની સંખ્યામાં પણ ઘટવાનું નામ લેતી નથી.

સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી મૃતદેહોના થઇ રહેલા અંતિમ સંસ્કાર તંત્રના જુઠ્ઠાણાની ચાડી ખાય છે. ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં ગત માર્ચ મહિનામાં શબવાહિની માટે પ્રતિદિન 55 થી 60 કોલ મળતા હતા

એટલી ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે કે શબવાહિની પણ શહેરમાં અછત ઉભી થઇ છે. આ સિવાય અન્ય સામાજિક સંસ્થાઓનો શબ રથો પર કેટલાક મૃતદેહ સ્મશાને પહોંચે છે. તેનો આંક પણ હાલમાં ઉચો છે.

હાલમાં શહેરમાં એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે શબવાહિની માટે પણ બેથી ત્રણ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તો ક્યાંક મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા પ્રાઇવેટ વાહનો, લારી કે ટેમ્પામાં નાખીને લઇ જવાની નોબત પડી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.