રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે, લોકોની હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરોની બહાર,જોવા મળી રહી છે ખૂબ લાંબી લાઈનો

ગુજરાતમાં કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ માર્કેટમાં અછ્ત હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વની વાત છે કે પહેલા રાજ્યમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવે તેવા દર્દીને રેમડેસીવીર ઈન્જેક્શન આપવામાં આવતા હતા પરંતુ હવે આ ઇન્જેક્શનને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય કર્યો છે કે, હવે કોઇ પણ વ્યક્તિનો કોરોનાનો કોઈ પણ ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેને ઈન્જેક્શન આપવામાં આવશે.

રિપોર્ટ અનુસાર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, દર્દીનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવશે તો તે દર્દીઓને પણ રેમડેસીવીર ઈન્જેક્શન આપવામાં આવશે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઈન્જેક્શનને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. રાજ્યમાં ઈન્જેક્શનની કમી નહીં પડે. આ ઉપરાંત તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ ઈન્જેક્શન આપવામાં આવશે. બીજી મહત્ત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં 3 લાખ જેટલા રેમડેસીવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને આ જ કારણે હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં રાહત મળે તેવું પણ દેખાઈ રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.