બ્રિટનમાં વાગશે ગુજરાતીનો ડંકો, આ વ્યક્તિને મળશે બ્રિટનના PMથી પણ શક્તિશાળી પદ

બ્રિટનમાં દેશના વડાપ્રધાન કરતા પણ બ્રિટનની સાંસદમાં હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકરનું વધારે શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે. છેલ્લા 600 વર્ષથી આ પદ બ્રિટનનું સૌથી શક્તિશાળી પદોમાંથી એક છે. આ પદ પર રહેનારને બ્રિટનના વડાપ્રધાનથી પણ વધુ સેલેરી મળે છે. એટલું જ નહીં બ્રિટનના રાજનૈતિક વ્યવસ્થામાં આ વ્યક્તિનું કદ બધાથી ઉપર હોય છે.

બ્રિટનમાં આ પદને મેળવનાર વ્યક્તિને રાજા જેવો ઠાઠ મળે છે. એટલું જ નહીં બ્રિટનના સાંસદોને પણ તેમનું ફરમાન માનવું પડે છે. હવે આ શક્તિશાળી પદ મેળવવા માટેની દોડમાં 9 લોકો છે. જેમાં એક ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક, શૈલેશ વારાનું નામ પણ છે.

શૈલેશ વારા ભારતમાં મૂળ ગુજરાતના છે. તે બ્રિટનની સાંસદમાં હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકર પદની રેસમાં છે. શૈલેશ વારા બ્રિટનની સત્તારૂઢ કન્જર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ છે. તે થેરેસા સરકાર દરમિયાન ઉત્તર આયરલેન્ડના રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.