કોરોનાના લક્ષણોને લઈને AIIMS ડાયરેક્ટરે કહી આ વાત,જાણો ક્યારે શું કરવું અને કઈ રીતે રાખવી સાવધાની

કોરોના પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારો પણ અનેક પ્રતિબંધ લગાવી રહી છે, એવામાં જરૂરી છે કે દેસના દરેક નાગરિક કોરોના પ્રોટોકોલનું પાલન કરે અને કોરોનાના લક્ષણ દેખાય તો તરત પોતાનો ટેસ્ટ કરાવે. આ સમયે અનેક એવા સવાલ છે જેના જવાબ  AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા લઈને આવ્યા છે જેને જાણીને તમે કોરોના સંક્રમણથી બચી શકો છો.

જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તના સંપર્કમાં આવે છે તો તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવે તો સૌથી પહેલા જોવું કે તમને શુગર, હાર્ટ કે બીપીની તકલીફ તો નથી ને

જો ઉંમર વધારે હોય પણ લક્ષણો સામાન્ય હોય તો ઘરે જ આઈસોલેટ રહેવું જોઈએ. વધારે ઉંમર હોય તો જોખમ લેવાથી બચવું. શક્ય હોય તો તમે કોવિડ સેન્ટર જાઓ તે યોગ્ય છે.

નવા મ્યૂટેંટ વાયરસમાં કોરોનાના લક્ષણોમાં ખાસ ફેરફાર આવ્યો નથી, ખાંસી, ગળામાં ખારાશ, દર્દ હોવું જોવા મળી રહ્યું છે. અનેક વાર શ્વાસની તકલીફ પણ રહે છે.

આપણે જે ભૂલ પહેલા કરી તેને ફરી કરીશું નહીં. આ સમયે આઉટડોર એન્વાયરમેન્ટ સારું છે પણ એનો અર્થ એ નથી કે બહાર ભીડ કરાય. જો કસરત કરવા બહાર જઈ શકાય છે.

ડો. ગુલેરિયા કહે છે કે ભોજનથી વાયરસ ફેલાતો નથી. જ્યારે બહારથી કંઈ મંગાવો છો તે ડબ્બાને હૂંફાળા પાણીથી ધોઈ લો. શાક ધોઈને ફ્રિઝમાં રાખો અને સ્ટોર કર્યા બાદ હાથ સાફ કરવાની આદત રાખો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.