અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગરમાં સ્થિત પોતાની 2 તેલ રિફાઈનરીથી મહારાષ્ટ્રના ટ્રકથી 100 ટન ઓક્સીજન પહોંચાડ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પત્ર લખીને રાજ્યામાં ઓક્સીજનની ભારે અછત હોવાનું જણાવ્યું હતું. તેલ રિફાઈનરી નાઈટ્રોજનના ઉત્પાદનને માટે પોતાના એયર સેપરેશન પ્લાન્ટમાં ઔદ્યોગિક ઓક્સીજન પણ તૈયાર કરે છે. આ ઓક્સીજનમાં કાર્બન ડાઈઓક્સાઈડ અને અન્ય ગેસ હટાવીને ચિકિત્સામાં ઉપયોગમાં લેનારો 99.9 ટકા શુદ્ધ ઓક્સીજન તૈયાર કરી શકાય છે. આ ઓક્સીડન કોરોના દર્દીઓને આપી શકાશે. આ ઔદ્યોગિત ઓક્સીજનમાં થોડો ફેરફાર કરીને તેને સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે.
સરકારી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે તે પોતાના કોચ્ચિ સ્થિત રિફાઈનરીથી કેરળ માટે સારવારના ઓક્સીજનનો સપ્લાય આપશે જેથી કોરોનાના દર્દીઓને સારવારમાં રાહત મળી રહે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.