ગુજરાતભરમાં (Gujarat) ફરીથી કોરાનાનો કહેર (coronavirus) સતત વધી રહ્યો છે. ત્યારે જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ (labourer) ગુજરાતથી પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે.
બીજી તરફ ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા શ્રમજીવીઓને જતા અટકાવવા માટેના પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે. દેશમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લગભગ ત્રણ મહિના સુધી લૉકડાઉનનો કડક અમલ થયો હતો. જેને કારણે દેશભરમાં વેપાર ધંધા ઉધોગો ઠપ થઈ ગયા હતા.
આ પરિસ્થિતિમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ લાખોની સંખ્યામાં ગુજરાતમાં કામ ધંધા માટે આવેલા શ્રમજીવીઓ પરિવાર સાથે અટવાઈ ગયા હતા
શ્રમજીવીઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટથી ચાલતા ચાલતા છેક ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાના વતનમાં ગયા હતા.
ધંધા ઉધોગો શરૂ થયા અને બજારો ફરીથી ધમધમતા થતા મોટાભાગના શ્રમજીવીઓ પરત આવી ગયા હતા
કોરોના કાબુમાં લાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ શ્રમજીવીઓને જો ફરીથી લૉકડાઉનનો અમલ શરૂ થાય તો શું કરવું ? ચિંતા સતાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.