ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીં આખો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો છે. હિમવર્ષાનો એક સુંદર દૃશ્ય કેમેરામાં કેદ થઈ ગયો છે.
આસપાસના વિસ્તારો પણ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા જોવા મળે છે. આખું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. બદ્રીનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં આ મહિનામાં ભારે હિમવર્ષા થઈ છે, જેનાં કારણે એપ્રિલ મહિનામાં અહીં ઠંડક વધી ગઇ છે.
બદરીનાથ સહિત ઉત્તરાખંડના કેટલાક પર્વતીય પ્રદેશોમાં આ મહિનામાં બરફવર્ષા થઈ છે. હેમકુંડ, વેલી ઓફ ફ્લાવર્સ સહિતનાં ઉંચાઈવાળા ઘણા વિસ્તારોમાં આજકાલ બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળે છે.
કેદારનાથ ધામનાં દરવાજા 17 મેના રોજ ખુલશે, અને તેના ત્રણ દિવસ પહેલા ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 14 મેના રોજ ખુલશે, તેની સાથે જ ચારધામ યાત્રા શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.