કોરોના મહામારીના અનેક લક્ષણોમાં સૂકી ખાંસી પણ એક છે તો આજથી જ આ ઘરેલૂ અને અકસીર ઉપાયોથી મેળવી લો રાહત.
કહેવાય છે કે આદુથી ખાંસી ઓછી થાય છે અને તેમાં રાહત પણ મળે છે. આ માટે લોકો આદુની ચા પીવાનું પસંદ કરે છે અને સાથે મધની સાથે આદુની ચા પીવામાં આવે તે વધારે ફાયદો કરે છે.
ખાંસી રહેતી હોય તો મધ એ રામબાણ ઉપાય છે. તેના એન્ટી ઓક્સીડન્ટ તત્વ ખાસીમાં લડવામાં મદદ કરે છે.
સૂકી ખાંસી હોય તો પિપરમેન્ટ પણ ફાયદો કરે છે, તેમાં મેન્થોલ કમ્પાઉન્ડ છે જે ગળાને રાહત આપે છે. સાથે ગળાની બળતરા અને દર્દને ઘટાડે છે
નીલગીરીનું તેલ શ્વાસની નળી સાફ કરે છે. નારિયેળ કે જૈતૂનના તેલમાં નિલગીરીના ટીપાં મિક્સ કરો અને છાતી પર માલિશ કરો. આ સિવાય તે સ્ટીમ લેવા ઈચ્છો છો તો તમે એક ગરમ પાણીની વાટકીમાં નીલગીરીના તેલના ટીપાં મિક્સ કરો અને નાસ લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.