રાણા અંદાજિત 50 ચિટ ફંડ અને રિયલ એસ્ટેટ કેસમાં વોન્ટેડ હતો,રાણા વિરૂદ્ધ 46 ફરિયાદ દાખલ હતી, કેટલાક વર્ષોથી હતો ફરાર

રાણા અંદાજિત 50 ચિટ ફંડ અને રિયલ એસ્ટેટ કેસમાં વોન્ટેડ હતો. પોલીસ 2016થી રાણાની શોધખોળ કરી રહી હતી. 54 વર્ષના રાણાનું શુક્રવાર રાત્રે મથુરાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાથી મોત થયું છે.

એક ડૉક્ટરે કહ્યું કે, તેને જ્યારે હોસ્પિટલ લવાયો હતો ત્યારે તેની સ્થિતિ નાજૂક હતી. તેને જેકેસિંહ નામની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મથુરાના SSP ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે, રાણા વિરૂદ્ધ IPCની કલમ 420 અને 406 હેઠળ 46 ફરિયાદ દાખલ છે.

અનેક લોકોના રાણાના પ્રોજેક્ટમાં પૈસા લાગેલા હતા અને તેના બદલામાં કંપનીએ તેમને જમીન અને ફ્લેટ આપવાનું વચન આપ્યું હતું.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.