ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે ધીકતા નાણા મળતા હોય છે. ઝોન અને સ્પોન્સર પ્રમાણે ભિન્ન ભિન્ન સેલેરી મળતી હોય છે. મેચોની સાથે ટ્રાવેલીંગ, લોન્ડ્રી કે અન્ય એલાઉન્સીસ મળતા હોય છે. ક્રિકેટ ટીમોને ઘરેલુ સ્પોન્સર્સ મળી રહેતા હોય છે. મોટા ખેલાડીઓ અનેકાનેક કંપનીઓમાં બ્રાન્ડ એમ્બેસેડર છે.
ઉપરાંત વૃધ્ધ કે થોડા સમય પહેલાં નિવૃત થયેલા ક્રિકેટરોની માવજત લે છે. વિકેટો બનાવતા કયુરેટર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ, અમ્પાયર્સ કે વહીવટી સ્ટાફ વિગેરેની હેન્ડસમ સેલેરી તો આપે જ છે. સાથોસાથ આ સ્ટાફનો વિમો, ટ્રાવેલીંગ અને અન્ય સુવિધાઓ પણ આપે છે. ઘરેલુ ક્રિકેટરોની પણ આવી જ રીતે માવજત લેવાય છે. નિવૃત્તિ પછી પણ ખાસ જગાઓ ઉભા કરી બ્રેડ એન્ડ બટર મળી રહે એવા પ્રયોજનો ઉભા કરે છે.
અરે ફર્સ્ટ કલાસ (રણજી વિગેરે) રમી ચૂકેલા ક્રિકેટરોને પણ સેલેરી મળે છે. સક્રિય યુવા ક્રિકેટર્સ આવી સગવડો અને સુવિધાઓ નિહાળી વ્યાવસાયિકતા કેળવી શકે છે. જૂના જમાનામાં ક્રિકેટર નિવૃત્તિ લે એટલે ભથ્થાપાણી બંધ થઇ જતા. આજે એવુ નથી. કેટલાયે વૃધ્ધ નિવૃત્ત ક્રિકેટરોને શસ્ત્રક્રિયા કે મેડીકલનો લાભ મળે છે. જાણો છો નિવૃત્ત ક્રિકેટરોને આવો લાભ આપવામાં મોટી ભૂમિકા કોને ભજવી હતી? ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. જગમોહન દાલમિયાના ભેજાની આ ઉપજ હતી. બોર્ડ ધીકતી કમાણીઓ કરીને માત્ર મોટા રોકાણો કરી ભંડોળ જ વધારે એ વ્યાવસાયિક કુનેહ ન કહેવાય
આઇપીએલનું આ 14મું વર્ષ છે. આઇપીએલ ઉદય પછી બોર્ડની આર્થિક હાલત આકાશી બની ચૂકી છે. બીસીસીઆઇ વિશ્વનું સૌથી શ્રીમંત બોર્ડ બની ચૂકયું છે. ત્યારબાદ બીગ બેશથી માંડીને અનેક ક્રિકેટ લીગો શરૂ થઇ ચૂકી છે. પણ આઇપીએલની તોલે એકેય આવી ન શકે. આજે આઇસીસીમા પણ બીસીસીઆઇનો અવાજ ઓર બુલંદ બન્યો છે. કેટલાકને આની ઇર્ષ્યા પણ છે. તમને જાણીને હેરત લાગશે પણ એક સમયે ઓસ્ટ્રેલિયન એકડમીનું અનુકરણ કર્યું. આજે એકડમી પણ મોટું વટવૃક્ષ બની ચૂકયું છે. સ્પષ્ટ કારણ એકડમીનાં વડા ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવીડ છે. હવે એકડમીના પણ નિષ્ણાત તબીબો, ફિઝિયો અને અન્ય સુવિધાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.