પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે,જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસના, સ્પેશિયલ સેલ દ્વારા એક યુવકની કરવામાં આવી છે ધરપકડ

પાકિસ્તાન(Pakistani)ની ગુપ્તચર એજન્સી (agency) માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસ(Delhi police)ના સ્પેશિયલ સેલ દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ હરપાલસિંઘ (35) પંજાબના તરણતારણના રહેવાસી તરીકે થઇ છે.

પોલીસે આરોપી પાસેથી સૈન્ય માહિતીથી સંબંધિત ગુપ્ત દસ્તાવેજો(secrete document), એક મોબાઈલ ફોન(mobile), સીમકાર્ડ અને બસની મુસાફરી માટેની બે ટિકિટ (travel ticket) કબજે કરી છે. તેના મોબાઇલથી તેના માલિક જસપાલ, જે લાહોરમાં છે, પાકિસ્તાનમાં બેઠા હોવાનું બહાર આવ્યું છે. જસપાલે હરપાલને સોશિયલ મીડિયા(social mdeia)ના માધ્યમથી તેની જાળમાં ફસાવી દીધો હતો.

પોલીસ આરોપીની રિમાન્ડ પર પુછપરછ કરી રહી છે. હત્યાના પ્રયાસ અને ઝઘડવાના કેસોમાં સંડોવાયેલા હરપાલની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તે ફેક્ટરીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. ગયા વર્ષે તેણે મેસેંજર એપ દ્વારા પાકિસ્તાનના લાહોરમાં બેઠેલા જસપાલ સાથે વાતચીત કરી હતી. જસપાલે તેને મોટી રકમની લાલચ આપીને ભારતીય સેના વિશે માહિતી આપવા કહ્યું.

પૂછપરછ દરમિયાન હરપાલે જણાવ્યું હતું કે જસપાલે તેને સમુદાયની સોગંધ આપીને આ કામ કરવા તૈયાર કર્યો હતો. જસપાલ સાથે સતત વાતચીત કર્યા પછી હરપાલને ઓમાન જવાની તક મળી હતી. તે ત્યાં જસપાલને મળ્યો, અને ત્યાં જસપાલ હરપાલને તેના મિશન વિશે જણાવે છે. હરપાલે જસપાલને ભારતીય મોબાઇલ નંબરના વોટ્સએપ નંબર પૂરા પાડ્યા હતા. આ નંબર દ્વારા હરપાલ અને જસપાલ સીધી વાત શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પંજાબમાં હરપાલ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને ઝગડાના કેટલાક કેસ પહેલાથી જ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.