આજે બનાવી લો તરબૂચનું શરબત. આ નાના મોટા સૌને ભાવે છે અને બનાવવાનું પણ સરળ છે.
તરબૂચનું શરબત
સામગ્રી
-2 કિગ્રા તરબૂચ
-1 નંગ લીંબુ
-1 કપ બરફના ક્યુબ્સ
રીત
સૌપહેલાં તરબૂચ ધોઇને કાપી લો અને પછી તેના લીલા ભાગને કાપી નાખો. લાલ ભાગના નાના-નાના ટુકડા કરી મિકસરમાં ફેરવી લો. થોડા સમય પછી તરબૂચનો ગુદો અને રસ મિક્સ થઈ જાય ત્યારે તેને ગરણીથી ગાળી લો. આ રસમાં લીંબુ નિચોડી સારી રીતે મિકસ કરો અને ગ્લાસમાં નાખી જોઇએ એટલો બરફ નાખી સર્વ કરો. તમે ઇચ્છા અનુસાર ફૂદીનાના એક બે પાંદડાંથી સજાવી પણ શકો છો. આ શરબતમાં તમે ખાંડ પણ નાખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.