એસટી નિગમ પર કોરોનાને કારણે મંદીનું ગ્રહણ તો લાગ્યુ જ છે, સાથે સાથે કોરોના સંક્રમણ પણ લાગી રહ્યુ છે

કાળમુખી કોરોનાની ઝપેટમાં એસટી કર્મચારીઓ આવ્યા છે એસટી નિગમના વોલ્વના 9  ડાઇવર સહીત કર્મચારીઓ  સંકમિત થયા છે એસટી વોલ્બો બંધ કે ઓછી કરવા  એસટી કર્મચારીના  મહામંડળએ માંગ કરી છે મહામંડળએ તંત્રને રજુઆત કરી છે કે એસી વોલ્વો અત્યારે ચલાવવી જોખમી છે સાથે જ કોરોનાને કારણે લોકો બસમાં મુસાફરી કરતા નથી.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3241 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 62 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1720 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 435 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 369 કેસ, જ્યારે ગ્રામ્યમાં 210 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 412 કેસ અને ગ્રામ્યમાં 82 કેસ નોંધાયા છે.

કોરોના મેટ્રો શહેરને વટાવીને નાના ગામ અને તાલુકા સુધી પહોંચી ગયો છે ત્યારે અમદાવાદ અને સુરત સિવાયના અન્ય 5 એવા જિલ્લાઓ છે જેમણે ચિંતા વધારી છે. જેમાં ખાસ કરીને મહેસાણામાં 262, ભરૂચમાં 235, જામનગરમાં 194, બનાસકાંઠામાં 176 અને નવસારીમાં 148 કેસ નોંધાયા હતાં. જેના કારણે હવે જિલ્લાઓમાં પણ ચિંતા વધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.