અમદાવાદના (ahmedabad) વૃદ્ધ નરોડાથી પરત ફરી રહ્યા હતા ત્યારે શિવરંજની (Shivranjani) બી.આર.ટી.એસ. (BRTS) સ્ટોપ પર ડ્રાઇવરે ઉતાવળી કરી અને વૃદ્ધનો હાથ ફસાઈ ગયોઅમદાવાદ : BRTS(Ahmedabad Bus Rapid Transit System) બસના ચાલકો ખૂબ ભારે સ્પીડ એ વાહન ચલાવતાં હોવાથી અત્યાર સુધી અનેક અકસ્માતની (Accident) ઘટના બની છે, ત્યારે હવે એવી ઘટના ઘટી છે જેમાં એક વૃદ્ધ (Old Aged) હજુ બસમાંથી ઉતર્યા નહોતા ત્યાં ડ્રાઇવરે બસ ચલાવી દેતાં વૃદ્ધનો હાથ દરવાજામાં આવી ગયો હતો. અમદાવાદ (Ahmedabad) શહેરના શિવરંજની (shivranjani) બસ સ્ટોપ પર ઘટેલી આ ઘટનામાં વૃદ્ધ ડ્રાઇવરની બેદરકારી વિરુદ્ધ શહેરના એન. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે.
બનાવની વિગત એવી છે કે અમદાવાદના સેટેલાઈટ વિસ્કતારમાં આવેલા તીર્થરાજ કૉમ્પ્લેક્સમાં રહેતાં 73 વર્ષીય નરેશભાઈ પારેખ થોડા દિવસ પહેલાં કામ અર્થે નરોડા ગયા હતા. નરોડાથી ઘરે પરત આવવા માટે તેઓ BRTS(Ahmedabad Bus Rapid Transit System) બસમાં બેઠા હતા. પારેખે નરોડાથી શિવરંજન ચાર રસ્તા સુધીની મુસાફરી કરી હતી. દરમિયાન શિવરંજની બસ સ્ટોપ પર બસ ઉભી રહેતાં તેઓ ઉતરવા જતાં હતા એ દરમિયાન જ બસના ચાલકે ઉતાવળે દરવાજો બંધ કરી દીધો હતો. પારેખ દરવાજાની બહાર પણ નીકળ્યો નહોતા અને દરવાજો પૂરઝડપે બંધ થઈ જતાં તેમનો હાથ ફસાઈ ગયો હતો.
આ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત પારેખની મદદે માટે બસ ઉભી રાખવાની જગ્યાએ ચાલકે પોતાનો બચાવ કરવા ત્યાંથી બસ મારી મૂકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધ પારેખને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે પારેખની ફરિયાદના આધારે કાર્યવાહી હાથધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.