કોરોનાના વધતા કેસોને જોતાં ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે, તેની પર અમારી સતત નજર છે. તેઓએ કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લૉકડાઉન જ કોરોનાની ચેનને તોડવાનો એકમાત્ર વિકલ્પ છે તો તેઓ લૉકડાઉન પર વિચાર કરી શકે છે.
એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ કોવિડની નવી લહેર પહેલાથી અનેકગણી વધારે ખતરનાક સાબિત થઈ છે. બીજા દેશોમાં કોરોનાના કારણે જેટલું મોટું નુકસાન થયું છે તેની તુલનામાં ભારતની વસ્તીના હિસાબથી અમે સારું કામ કર્યું છે.
તેઓએ કહ્યું કે, દેશમાં રેમડેસિવર દવા અને ઓક્સિજનની અછત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત હાલતની સમીક્ષા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.