મેના ત્રણ મહિના પછી આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર,મેના અંત સુધી કોરોનાનો બીજો સ્ટ્રેઇન નબળો પડશે

કોરોનાની બીજી લહેરે ભારતમાં ઘણી જ ઘાતક સાબિત થઇ રહી છે. કેસ અને મૃત્યુઆંકમાં પણ ભારે વધારો થયો છે. જેને લઇ લોકો હવે વિચારી રહ્યાં છે કે આ મહામારીનો અંત ક્યારે આવશે. ત્યારે મે મહિનાના ત્રણ મહિના બાદ ફરી કોરોના ઉથલો મારી શકે છે.

IMA પ્રમુખ ડો.અનિલ ચૌહાણે કહ્યું કે મેના અંત સુધી કોરોનાનો બીજો સ્ટ્રેઇન નબળો પડશે. પરંતુ ત્રણ મહિના પછી ફરીથી કોરોના ઉથલો મારશે. તો સાથે સાથે કહ્યું કે ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેઇનને કારણે કેસ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.