એક કારમાં સેલવાસ જઈ રહેલી ગેંગને,વાપી ડુંગરા પોલીસે ઝડપી પાડી હતી

સેલવાસના એક બિલ્ડરનું તેમજ ઉદ્યોગપતિનું લૂંટ-અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગવાના પ્લાન સાથે એક કારમાં સેલવાસ જઈ રહેલી ગેંગને વાપી ડુંગરા પોલીસે ઝડપી પાડી હતી. ડુંગરા પોલીસના AS I રાકેશકુમાર રમણભાઇને બાતમી મળી હતી કે, સફેદ કલરની નંબર વગરની બલેનો કારમાં પાંચ શખ્સો ઘાતક હથિયારો સાથે સેલવાસના સામરવરણીમાં ઓફિસ તથા રખોલીમાં રહેતા બિલ્ડર ભરત પંચાલને તેમની મર્સિડીઝ કાર નંબર DN-09 Q-3600માં અપહરણ કરી બિલ્ડરને છોડાવવા તેના પરીવાર પાસેથી એક કરોડ માંગવાના છે

આરોપીઓ શ્રીકેશ તથા ફેલીકસે સેલવાસમાં રહેતા તથા મર્સીડીઝ કારમાં ફરતા બિલ્ડર ભરત પંચાલની અને અમિત તથા વિકાસ ઉર્ફે કાલુએ વાપીના ગુંજનમાં રહેતા તથા દાદરામાં નારાયણી પ્લાસ્ટો ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા એલ.આઇ.સી.કંપનીના મેનેજર તથા બ્રાઉન કલરની મર્સીડિઝમાં ફરતા નારાયણ શેટ્ટી નામના ઉદ્યોગપતિનું અપહરણ કરી મોટી રકમની ખંડણી માંગવાના ઇરાદે રેકી કરી હતી.

તપાસ દરમ્યાન આરોપીઓના મોબાઇલ ફોનમાંથી અપહરણ માટે નકકી કરેલા અગ્રણીઓના ફોટોગ્રાફસ, તેમના ઘર, મર્સિડીઝ કાર તથા પરિવારના ફોટો તથા વાહન નંબર પરથી માલિકના નામ-સરનામાની માહિતી આપતી CAR IMFO નામની મોબાઇલ એપ્લિકેશન તથા કારની માહિતીના સ્ક્રીનશોટ્સ મળી આવ્યા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.