સુરત ખાલી થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો, સુરત અને સુરત અને ઉધના રેલવે સ્ટેશને, મળી રહ્યાં છે જોવા

સુરત ખાલી થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સુરત અને સુરત અને ઉધના રેલવે સ્ટેશને જોવા મળી રહ્યાં છે. કામદાર આગેવાનોનું કહેવુ છે કે સુરતમાં કોરોના સંક્રમણની બીજી લહેર પીક પર પહોંચતા હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને બેડ અને ઇન્જેક્શન મળી રહ્યાં નથી. સ્મશાન ભૂમિઓમાં મૃતદેહો માટે વેઇટિંગના દ્શ્યો સર્જાતા યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડના કામદારો ગભરાયા છે.

સુરત- ભાગલપુર,સુરત-મુઝફ્ફરપુર,ઉધના-દાનાપુર અમદાવાદ-પુરી, બાંદ્રા-લખનૌ, વડોદરા-વારાણસી મહાનામાં એક્સપ્રેસ, વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ, વલસાડ-પટના એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ અને હોલીડે સ્પેશલ ટ્રેનોમાં કામદારો મોટી સંખ્યામાં વતને જઇ રહ્યા છે.

ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માની અને ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાના કેસો ગયા વર્ષ કરતા ખુબ વધી ગયા છે. કેટલાક કામદારો પણ કોરોના સંક્રમણનો ભોગ બનતા હોસ્પિટલમાં તેમને બેડ મળ્યા નહતા.સારવાર વિના કેટલાક કામદારોના નિધન થતા કામદારોમાં ભયનો માહોલ છે.

તેને લીધે ટ્રેનો મારફત મોટી સંખ્યામાં પલાયન થઇ રહ્યુ છે તે ઉપરાંત લગ્ઝરી બસ થકી પણ કામદારો વતને જઇ રહ્યા છે. આ સ્થિતિને રોકવા માટે સરકારી તંત્ર, ઉદ્યોગકારો અને કામદાર સંગઠનોએ મળીને પ્રયાસ કર્યાહતા. પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.