કેટલીક વાર અલગ-અલગ કારણો આપીને ખોટી ખોટી વાતો કરે સંતાનોએ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવે છે પરંતુ રાજકોટમાં આનાથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં વૃદ્ધાશ્રમમાં પોતાની રીતે ચાલ્યા ગયેલા માતાને પાંચ વર્ષે સંતાનો પરત લેવા ગયા હતા અને જ્યારે સંતાનો માતાને લેવા ગયા ત્યારે વૃદ્ધાશ્રમમાં કરુણ દૃશ્યો સામે આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર રાજકોટમાં પરિવારની સાથે રહેતા એક મહિલાના પતિનું મોત થયું હતું. મહિલા ભાડાના મકાનમાં રહેતી હોવાના કારણે તેઓ દીકરા અને પરિવારના સભ્યો પર બોજ ન બને તે માટે પોતાની રીતે જ વૃદ્ધાશ્રમમાં ચાલ્યા ગયા હતા. મહિલા પાસે સંપત્તિ હતી પરંતુ સંપત્તિને કુટુંબીજનો ખૂબ જ સસ્તા ભાવે પડાવી લેવા માગતા હતા.
માતાએ આપેલા પૈસાના કારણે પોતાના ઘરની પરિસ્થિતિ ખૂબ જ સુધરી ગઈ અને પરિવાર ખુશી ખુશીથી રહેવા લાગ્યો હતો. તેથી દીકરાની વહુએ એક દિવસ પતિને કહ્યું હતું કે, ચાલો આપણે વૃદ્ધાશ્રમમાં જઈને બાને ઘરે લઈ આવીએ. પત્નીના વેણથી પતિ તાત્કાલિક તેની માતાને તેડવા માટે વૃદ્ધાશ્રમમાં ગયો હતો.
તેથી મહિલા જ્યારે તેમના દીકરાને ઘરે જતા હતા ત્યારે તેની સાથે રહેલા અન્ય લોકો પણ રડી પડ્યા હતા અને આશ્રમમાંથી રજા લેતા સમયે બાએ જણાવ્યું હતું કે, મારા કપરા સમયમાં આ આશ્રમે મને તૂટી જતા બચાવી હતી અને જેના કારણે મારો જુસ્સો ટકી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.