સામાન્ય ફ્લૂની જેમ દરેક ફ્લૂ સિઝનમાં કોરોનાનો સામનો કરવો પડી શકે,સાયન્સ ડાયરેક્ટર જર્નલમાં પ્રકાશિત એક શોધમાં આ દાવો કરયો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર વધારે લાંબી હોઈ શકે છે. સામાન્ય ફ્લૂની જેમ દરેક ફ્લૂ સિઝનમાં કોરોનાની નવી લહેરનો સામનો કરવો પડી શકે છે.

સાયન્સ ડાયરેક્ટર જર્નલમાં પ્રકાશિત એક શોધમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ શોધ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ચંદીગઢ તથા પંજાબ યુનિવર્સિટીથી શોધકર્તાઓએ કરી છે. જેમાં 1857થી લઈને 2015ની વચ્ચે ફેલાયેલી ફ્લૂ જેવી બિમારીઓના આંકડા અને વલણના આધાર બનાવ્યો છે.

શોધમાં કહેવામાં આવ્યું છે કે ધરતી પર ઉત્તરી ગોળાર્ધમાં જે પ્રકારની સિઝન શરુ થવા પર ફ્લૂની  બિમારી સ્પીડથી ફેલાય છે તેમ કોરોના પણ ફેલાઈ શકે છે અને સિઝન ખતમ થતા નબળી પડી જશે

આ મહિના દરમિયાન કોરોનાની નવી લહેર ઉત્પન્ન થઈ જશે અને જે સીઝનના અંત સુધી ખતમ થઈ જશે. મતલબ કે ઓક્ટોબરમાં શરુ થનારી લહેર ડિસેમ્બર- જાન્યુઆરી સુધી નબળી પડી જાય છે. ફેબ્રુઆરી- માર્ચથી શરુ થનારી લહેર મેમાં ખતમ થાય છે.

આ બાદ લહેર અપેક્ષાથી વધારે લાંબી હોઈ શકે છે. જો કે કોઈ સમયાવધિ અંગે હાલ જણાવવામાં આવ્યું નથી. રિપોર્ટમાં વર્ષ 1857, 1889,1918, 1968, 1977 તથા 2209ના ફ્લૂ અથવા ફ્લૂ જેવી મહામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.