ઔદ્યોગિક હેતુઓ માટે, ગેસના પુરવઠા પર આગામી આદેશ સુધી, મૂક્યો છે પ્રતિબંધ

કેન્દ્ર સરકારે જરૂરિયાત ધરાવતા રાજ્યોમાં ઑક્સિજન(oxygen)ની અછતને પહોંચી વળવા રવિવારે નવ ક્ષેત્રો સિવાય ઔદ્યોગિક હેતુઓ (industrial use) માટે ગેસના પુરવઠા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે અને સમગ્ર આરોગ્ય સુવિધાઓમાં પીએસએ(psa)ના 162 પ્લાન્ટો ઝડપી સ્થાપના ઝડપી કરવામાં આવી રહી છે.

રેલવે આગામી કેટલાક દિવસોમાં સમગ્ર દેશમાં પ્રવાહી ઑક્સિજન અને ઑક્સિજન સિલિન્ડરોના પરિવહન માટે ‘ઑક્સિજન એક્સપ્રેસ’ (oxygen express) ટ્રેનો દોડાવશે. એમ નેશનલ ટ્રાન્સપોર્ટરે રવિવારે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાલી ટેન્કરો વિજાગ, જમશેદપુર, રાઉરકેલા અને બોકારોથી પ્રવાહી ઓક્સિજન ભરવા સોમવારે મુંબઇ અને નજીકમાં આવેલા કાલામોબલી અને બોઇસર રેલવે સ્ટેશનોથી ટ્રેન શરૂ કરશે

પ્રથમ ખાલી ટેન્કર 19 એપ્રિલના રોજ શરૂ થશે અને ઑક્સિજન એક્સપ્રેસની ઝડપી ગતિ માટે ગ્રીન કોરિડોર (green corridor) બનાવવામાં આવી રહ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.