સૌમ્યાએ કહ્યું કે જ્યારે તે પ્રેગનેન્ટ હતી ત્યારે તેને આત્મહત્યાના વિચારો આવતા હતા. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેના દિકરા આયડને તેનો જીવ બચાવ્યો કે જે હાલ સાડા 3 વર્ષનો છે.
સૌમ્યા શેઠ હાલમાં અમેરિકામાં છે. જૂન 2019માં તેના છૂટાછેડા થઇ ગયા છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર પોતાના ખરાબ સમયની વાત કરતા સૌમ્યાએ કહ્યું કે 2017માં હુ ગર્ભવતી હતી અને મારા માતા પિતા વર્જીનીયા આવે ત્યાં સુધી હું આત્મહત્યાના રસ્તાઓ જ શોધતી હતી.
ગર્ભવતી હોવા છતાં ઘણા દિવસો સુધી ખાધુ નહોતુ પરંતુ મારા બાળકને નુકસાન પહોંચાડવા વિશે મે ક્યારેય ન વિચાર્યુ. આ જ કારણ છે કે મારા દિકરા આઇડને મારો જીવ બચાવ્યો.
ચાર જ વર્ષ બાદ આ લગ્ન ટુટી ગયા અને બંનેએ ઓફીશીયલી છૂટાછેડા લઇ લીધા હતા. તે પોતાના પતિ સાથે દિકરાની જોઇન્ટ કસ્ટડી મેળવી ચૂકી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.