ભારતમાં વધ્યો કોરોનાનો કહેર,13 કરોડ લોકોને અપાઈ કોરોનાની પહેલી વેક્સીન

એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 2 લાખ 94 હજાર 115ની થઈ છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં 1 લાખ 66 હજાર 520 દર્દી સ્વસ્થ થયા છે તો ભારતમાં એક દિવસમાં કોરોનાથી 2 હજાર 20ના મૃત્યુ પણ થયા છે.

ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 21 લાખ 50 હજાર 119 થઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 56 લાખ 9 હજાર 4 સુધી પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 32 લાખ 69 હજાર 863 થઈ ચૂકી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતમાં અત્યારસુધીમાં લાભાર્થીને અપાનારી કોરોના વેક્સીનેશનની સંખ્યા 13 કરોડને પાર થઈ ચૂકી છે. તેમાંથી 29 લાખ ડોઝ મંગળવારે અપાયા છે. તો સાથે જ અત્યાર સુધીમા  13,00,27,370 વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે.

24 કલાકમાં 2020 લોકોના મોત થવાની સાથે સાથે અનેક રાજ્યોએ આંશિક કે પૂર્ણ લોકડાઉન પણ લાગૂ કર્યું છે. આ સમયે પીએમ મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે કોરોનાની બીજી લહેર તોફાની છે. આ સમયે રાજ્યોને પણ સલાહ આપી કે લોકડાઉનને અંતિમ વિકલ્પમાં ઉપયોગમાં લેવામાં આવે. તેઓએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે રાજ્યોએ લોકડાઉનથી બચવું જોઈએ. અનેક લોકોએ કોરોનાથી જીવ ખોવ્યા છે તેમને માટે સંવેદના પ્રગટ કરી અને સાથે જ કહ્યું બીજી લહેર ખતરનાક છે તો સૌએ શક્ય ત્યાં સુધી ઘરમાં રહેવું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.