રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે રાજ્ય સરકારે મહત્વના બે નિર્ણય કર્યા છે. પ્રથમ નિર્ણય મુજબ હવે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમના ડોક્ટરો કે સંચાલકો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
બીજા નિર્ણય મુજબ કોરોના દર્દીઓની સારવાર કરતા કર્મચારીઓના માસિક મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ આપવામાં આવશે. તેમજ મેડિકલ ઓફિસરોને માસિક સવા લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂપિયા 40 હજાર, આયુષ ડોક્ટરોને માસિક 35 હજાર અને હોમિયોપેથીના ડોક્ટરોને માસિક રૂપિયા 35 હજાર મહેનતાણું આપવામાં આવશે. જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂપિયા 18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને રૂપિયા 15 હજાર આપવામાં આવશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1553 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 375 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 460 કેસ, જ્યારે ગ્રામ્યમાં 165 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.