ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથી પર રામ નવમીનો તહેવાર ઉજવવામાં અવે છે. ધાર્મિક પૂજાઓ પણ થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો.
આ દિવસે ભગવાન શ્રીરામ અને સીતા માતા સાથે મા દુર્ગા અને ભગવાન હનુમાનજીની પૂજા પણ થાય છે.
કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં યશ અને સન્માનની પ્રાપ્તિ થાય છે.
રામ નવમી, બુધવારના દિવસે 21 એપ્રિલ, 2021ના રોજ આવે છે.
રામ નવમીનું મધ્યાહન મુહૂર્ત- 11:02 AM-01:38 PM
અવધિ- 2:00 કલાક 36 મિનિટ
રામ નવમીની મધ્યાહન ક્ષણ- 12:20 PM
રામ નવમીના દિવસે સવારે જલદી ઉઠી જવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. પૂજા સ્થળ પર સારી એવી સાફ સફાઇ કરી લો. હવે હાથમાં અક્ષત લઈને વ્રત રાખવાનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન શ્રીરામની પૂજાનો આરંભ કરો. ચંદન, અગરબત્તી અને ગંધ વેગેરેથી ષોડશોપચાર પૂજા કરો. ત્યારબાદ પૂજામાં ગંગાજળ, ફૂલ, 5 પ્રકારના ફળ, મિષ્ઠાન વગેરે પ્રયોગ કરો. ભગવાન શ્રીરામને તુલસીના પાન અને કમળનું ફૂલ જરૂર અર્પણ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.