દેશમાં કોરોના મહામારીના કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે માંગ ઉભી થતા કેન્દ્ર સરકારે મંગળવારે આ ઈન્જેક્શન તથા તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ખતમ કરી દીધી છે. આનાથી આ સસ્તા થઈ જશે.
આ પગલુ રેમડિસિવિર ઈન્જેક્શનના ડોમેસ્ટિક આપૂર્તિ વધારવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
જે ઉત્પાદનો પર આયાત ટેક્સ નહીં લાગે તેમાં રેમડિસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રિડિએન્ટ(એપીઆઈ), ઈન્જેક્શન રેમડિસિવિર અને રેમડિસિવિરના વિનિર્માણમાં કામ આવનારી બીટા સાઈક્લોડેક્ટ્રિન સામેલ છે.
આયાત ટેક્સની આ છુટ આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવશે. વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોહેલે ટ્વીટ કરી લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીની કોવિડ -19ના દર્દીઓના સ્વાસ્થ્યની દેખરેખની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને રેમડિસિવિર એપીઆઈ, ઈન્જેક્શન અને અન્ય સામગ્રીને આયાત ટેક્સ મુક્ત કરવામાં આવ્યા છે.
2800થી ઘટીને 899 રુપિયા કરી દીધા છે. આ રીતે સિંજીન ઈન્ટરનેશનલે પોતાની બ્રાન્ડ રેમવિનના ભાવ 3950 રુપિયાથી ઘટાડીને 2450 કરી દીધા છે. હૈદરાબાદની ડો. રેડ્ડીઝ લેબના રેડવાઈએક્સના ભાવ 5400થી ઘટાડીને 2700 કરી દીધા છે. આ રીતે સિપ્લાએ પોતાની સિપરેમી બ્રાન્ડના ભાવ 4 હજારથી ઘટાડીને 3 હજાર કરી દીધા અને મેલાને પોતાની બ્રાન્ડના ભાવ 4800થી ઘટાડીને 3400 રુપિયા કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.