અમદાવાદમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ,વધી રહી છે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા

અમદાવાદ શહેરમાં 417 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ છે જેમાં પૂર્વ વિસ્તારમાં રેકોર્ડબ્રેક માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનનો સમાવેશ થયો છે એટલું નહીં વટવા, વસ્ત્રાલ, રામોલ, મણિનગર, દાણીલીમડામાં કોરોનાના અનેક કેસ સામે આવ્યા છે.

ઘોડાસરની નવરચના સોસાયટીમાં 45 ઘર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. બોડકદેવના એક અપાર્ટમેન્ટના 23 ઘર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે

ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. રાજકોટમાં ગત 24 કલાક દરમિયાન 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ તો આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.