ગાઝિયાબાદમાં આવ્યા સારા સમાચાર,કોરોનાને હરાવીને બની ગયું યોદ્ધા

પહેલાની લહેર કરતા આ લહેર વધારે ખતરનાક છે અને અનેક લોકોના જીવ લઈ રહી છે ત્યારે ગાઝિયાબાદથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. લોકો કોરોનાને હરાવીને પરત આવી રહ્યા છે ત્યારે હાલમાં જ અહીં નવજાત બાળકે કોરોનાને હરાવી છે અને સાથે જ લોકો માટે એક આશાનું કિરણ બની રહી છે.

8 દિવસનું બાળક કોરોનાને હરાવીને એક યોદ્ધાની જેમ પરત આવ્યું છે. 8 દિવસના માસૂમે 15 દિવસ સુધી કોરોના સામે જંગ લડી. ગાઝિયાબાદના યશોદા હોસ્પિટલમાં એક ડિલિવરી કેસ આવ્યો અને પછી તે નેગેટિવ આવી.

હોસ્પિટલથી આવ્યા બાદ 15 દિવસ સુધી તેને દેખરેખમાં રાખવામાં આવ્યું અને તે નેગેટિવ આવ્યું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.