ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને, આજે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી, એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને,કર્યુ હતું સુપરત

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આજે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યુ હતું. તેમાં માંગ કરવામાં આવી છે કે રત્નકલાકારોમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી ગયુ છે.

યુનિયનના પ્રમુખ રમેશ ઝિલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડિયા દરમિયાન રોજ 4થી5 રત્નકલાકારોના કોરોના સંક્રમણમાં મૃત્યું થયાં છે આવી સ્થિતિમાં ડાયમંડ કંપનીઓએ 15 દિવસનો પગાર ચૂકવી પખવાડિયાનું લોકડાઉન રાખવું જોઇએ જેથી કોરોનાની ચેઇન તોડી શકાય જો હીરાઉદ્યોગમાં લોકડાઉન કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ હજી પણ ગંભીર થવાની શકયતા છે .

હીરાઉદ્યોગમાં કામદારો પરસ્પર એકબીજા થી ખૂબ નજીક રહી ને કામ કરે છે જેના કારણે સામાજિક અંતર જાળવી શકાતું અને કોરોના વાયરસ નું સક્રમણ પણ વધારે ફેલાવવાનું જોખમ રહેલું છે કોરોના વાયરસ ના કારણે હીરાઉદ્યોગ ના તમામ રત્નકલાકારો ના જીવ જોખમમાં છે

આ વખતે તંત્ર આગોતરૂ આયોજન કરી રત્નકલાકારોને પગાર અપાવી શકે છે. કારખાનેદારો ફેક્ટરી કે ઓફિસ બંધ કરવાના મૂડમાં નથી. તે જોતા આગામી દિવસો મુશ્કેલીભર્યા રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.