ધોરણ-10ના પરિણામની તારીખ જાહેર,ટેબ્યુલેશન સ્કીમ હેઠળ અપાશે ગુણ

શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે કે જૂન મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં CBSEના ધોરણ-10ના વિદ્યાર્થીઓનું પરિણામજાહેર કરાશે. 20 જૂન સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે તવું બોર્ડનું કહેવું છે

બોર્ડ દ્વારા શાળાઓને 11 જૂન સુધી વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કસ અપલોડ કરવા જણાવી દેવામાં આવ્યુ છે.

આ પોલિસીમાં વિદ્યાર્થીઓને 20 નંબર ફાઈનલ ઈન્ટરનલ માર્કિંગના આઘારે મળશે અને સાથે 80 માર્ક અલગ અલગ પરીક્ષામાં તેમના સ્કોરને લઈને અપાશે.

CBSE પરીક્ષા નિયંત્રક સનમ ભારદ્વાજે કહ્યું છે કે શાળાઓએ નક્કી કરવાનું રહેશે કે આપવામાં આવેલા સ્કોર પહેલાના રેકોર્ડ અનુસાર હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.